ભાગ 1 : સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર (અનુચ્છેદ 1 થી 4)

  • અનુચ્છેદ 1 : રાજ્યોનો બનેલો સંઘ ‘ભારત’ અર્થાત ‘ઈન્ડિયા’ છે (India, that is Bharat, shall be a Union of States)
    • અનુચ્છેદ 1 હેઠળ ભારતના રાજ્યક્ષેત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
      1. રાજ્ય
      2. કેન્દ્ર શાસિત પ્રદેશ
      3. ભારત સરકાર દ્વારા અધિગ્રહિત કરવામાં આવેલ પ્રદેશો

    ➤ અનુચ્છેદ 1 માં બે નામ રાખવાનુ કારણ: બંધારણસભામાં ઘણા લોકો ભારત નામ ઇચ્છતા હતા, અને ઘણા "India" નામ ઇચ્છતા હતા, એટલે અંતે બન્ને નામ બંધારણસભાએ સ્વીકારેલ. મોટા ભાગે UN અને આંતરરાષ્ટ્રીય સંધિમાં 'INDIA' નામ વાપરવામાં આવે છે.

    ➤ ડૉ. બી.આર. આંબેડકર એ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે "Union of States" ("રાજ્યનો બનેલો સંઘ") શબ્દપ્રયોગ એ દર્શાવે છે કે ભારત અવિભાજ્ય (Indestructible Union) છે, અને કોઈપણ રાજ્ય કેંદ્રથી અલગ થઈ શકતું નથી.

    ➤ યુએસએ (USA) માં રાજ્યોને સ્વાયત્તતા વધુ છે, અને દરેક રાજ્યના બંધારણ પણ અલગ છે. પરંતુ ભારતમાં, બધા રાજ્યો કાયદાકીય રીતે કેંદ્ર સરકારના હિસ્સા છે, અને કેન્દ્ર સરકાર તેમને પુનઃસંગઠિત (reorganize) કરી શકે છે, એટલે કે કેન્દ્ર સરકાર નવા રાજ્યો બનાવી પણ શકે અને ભંગ પણ કરી શકે, જ્યારે યુએસએ (USA) તે નથી કરી શકતું.

  • અનુચ્છેદ 2: બહારના રાજ્યોને ભારતમાં દાખલ/રચના કરવા બાબત.
    • આ અનુચ્છેદ ભારતની સંસદને સત્તા આપે છે કે તે (1) નવા રાજ્યને ભારતના સંઘમાં સામેલ કરી શકે અને (2) નવા રાજ્યની સ્થાપના કરી શકે, જેની શરતો અને નિયમો સંસદને યોગ્ય લાગે તે હશે.
  • અનુચ્છેદ 3: અંદરના રાજ્યોના નામ અથવા સીમામાં કોઈ ફેરફાર/રચના કરવા બાબત માત્ર સંસદને સંપૂર્ણ અધિકાર છે, પરંતુ
    • રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે.
    • રાષ્ટ્રપતિ જે તે રાજ્યના વિધાન મંડળનો મત માંગશે પણ તે માનવા બંધાયેલ નથી.
  • અનુચ્છેદ 4: અનુચ્છેદ 2 અને 3 મા કરવામાં આવેલ સુધારો, બંધારણીય સુધારો(368) ગણવામાં આવતો નથી (ફક્ત અનુસૂચિ 1 અને 4 માં ફેરફાર થશે)
    • પરંતું જો કોઇ ભારતનો પ્રદેશ, કોઈ બીજા દેશને સોંપવામાં આવે તો બંધારણીય સુધારો જરૂરી છે.(દા.ત. બેરુબારી પ્રદેશ પાકિસ્તાનને સોંપતી વખતે બંધારણીય સુધારો કરવો પડેલો.)

Useful Links
Social Media
Youtube
Telegram
Instagram
Other links
Download

This Software is under the terms of The Unlicense.